ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-૧

From Ekatra Wiki
Revision as of 06:48, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નથુરામ-૧ [ઈ.૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન] : રવિભાણ-સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. ત્રિકમસાહેબના સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ.૧૮મી-૧૯મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવારૈગ્યનાં ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુ(ભક્ત)-૧ જુદા છે તેમ જ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ’ એ કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ: સૌરાષ્ટ્રના હરિજનભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭. [જ.ગા.]