ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિ-બારમાસ’

From Ekatra Wiki
Revision as of 12:12, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિ-બારમાસ’'''</span> : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘નેમિ-બારમાસ’ : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : (+સં.). [જ.કો.]