ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાગરદાસ
Revision as of 12:22, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
નાગરદાસ [જ.ઈ.૧૬૩૬-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ’, ‘ભજનાનંદ’, ગોમતીબહેનકૃત ‘કમનરસ’નાં છેલ્લાં ૬ માંગલ્યો (ર.ઈ.૧૬૯૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગ’નાં માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ મળે છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [કી.જો.]