ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રજ્ઞાતિલક સૂરિ શિષ્ય
Revision as of 12:19, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય'''</span> [ઈ.૧૩૦૬માં હયાત] : જૈન સાધુ. ઉદયસિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ’ નામના...")
પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય [ઈ.૧૩૦૬માં હયાત] : જૈન સાધુ. ઉદયસિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ’ નામના ગામના નામ પરથી જેનું નામ ‘કચ્છુલી-રાસ’ (ર.ઈ.૧૩૦૬; મુ.) પડ્યું છે તે કૃતિના કર્તા. કૃતિ : ૧. પસમુચ્ચય; ૨. પ્રાગૂકાસંગ્રહ. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. જૈસાઇતિહાસ; ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા.[કી.જો.]