ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુવિજ્ય
Revision as of 09:49, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુવિજ્ય'''</span> [ઈ.૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાભવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના ‘પાર્શ્વનાથ-ચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, પોષ વદ ૮, સ...")
ભાનુવિજ્ય [ઈ.૧૭૪૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાભવિજયની પરંપરામાં મેઘવિજયના શિષ્ય. ૧૯૦૦૦ કડીના ‘પાર્શ્વનાથ-ચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, પોષ વદ ૮, સોમવાર) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ (ગોડી)’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કા.શા.]