ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભોજ ઋષિ-૧

From Ekatra Wiki
Revision as of 11:43, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભોજ(ઋષિ)-૧ [                ] : સંભવત: લોંકાગચ્છના જૈન સાધુ. ‘જસવંતજીનો સંથારો’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૧૧ કડીના ‘પારસનાથનું સ્તવન’(મુ.)ના કર્તા. લોંકાગચ્છમાં થયેલા જસવંતજી (જ.ઈ.૧૫૭૮-અવ. ઈ.૧૬૩૨)ની પરંપરાના શિષ્ય હોવાની શક્યતા છે. કૃતિ : લોંકાગચ્છીય શ્રાવકસ્થ સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંક સ્તવન, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદ જયચંદ, સં. ૧૯૩૯ (બીજી આ.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨)-જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]