ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિશેખર વાચક-૧

Revision as of 04:07, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિશેખર(વાચક)-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮),...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મતિશેખર(વાચક)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિની પરંરામાં શીલસુંદરના શિષ્ય. ૨૨૫/૨૩૫ કડીનો ચોપાઈબદ્ધ ‘ધન્નાઋષિ-રાસ’ (ર.ઈ.૧૪૫૮), ૨૪૫ કડીની ‘કુરગડુની ચોપાઈ/કુરગડુ(ક્રૂરઘટ)મહર્ષિ-રાસ’ (ર.ઈ.૧૪૮૧), ૩૬૦/૩૭૬ કડીની ‘મયણરેખાસતી-ચરિત્ર/ચોપાઈ/રાસ’, ૧૬૪ કડીની ‘ઇલાપુત્ર-ચરિત્ર/પ્રબંધ/રાસ, ૫ કડીનું ‘નેમિ-ગીત’, ૮ કડીની ‘વૈરાગ્ય-ભાસ’ તથા ‘નેમિનાથવસંત ફૂલડાં’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો : ૨. દેસુરાસમાળા; ૩. નયુકવિઓ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]