સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/સફારી પાર્ક વચ્ચે

From Ekatra Foundation
Revision as of 08:51, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચારે બાજુ જંગલ વિસ્તરે કોઈ સંતાઈ મને તાક્યા કરે નભ જરા ઝૂકે ને ફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ચારે બાજુ જંગલ વિસ્તરે
કોઈ સંતાઈ મને તાક્યા કરે
નભ જરા ઝૂકે ને ફોરાં ઝરમરે
તડકો કર લંબાવીને ઝીલ્યા કરે
લીલાછમ મેદાનમાં ઘેટાં ચરે
ને ઉપરથી આભ ઝીણું ઝરમરે
વાદળોમાં વત્સ સંતાતું ફરે
ગાય કાબરચીતરું કૈં ભાંભરે
ઢાળ ને ઢોળાવ છે ચારેતરફ
ટેકરી ઉપરથી તડકો ઊતરે
હણહણતી અશ્વની પડઘાયને
ને ક્ષિતિજ પર સૂર્યનો રથ સંચરે....