ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાહંસ
Revision as of 10:04, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મહિમાહંસ '''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૧ કડીના ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮૦૦/સ...")
મહિમાહંસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૧ કડીના ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. પ્રસ્તુત કૃતિ જિનહર્ષસૂરિની હયાતીમાં, તેમને ઈ.૧૮૦૦/સં.૧૮૫૬ જેઠ સુદ ૧૫ના દિવસે સૂરિપદ મળ્યું તે પછીની તેમની બીકાનેર યાત્રાસમયે રચાઈ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કવિ મહિમાહંસ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે એવું અનુમાન થઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[ર.ર.દ.]