ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિસાગર-૧-રાજસાગર પંડિત

From Ekatra Wiki
Revision as of 04:11, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત)'''</span> [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત) [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની ‘કેવલીસ્વરૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૧૬થી ઈ.૧૬૩૦ સુધીમાં; મુ.)ના કર્તા. કૃતિ : જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, સં. ૨૦૨૪. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]