ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાપ્રભ સૂરિ

Revision as of 11:45, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહિમાપ્રભ(સૂરિ) : આ નામે ૧૪ કડીની ‘તેર કાઠિયા-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ૧૧ કડીની ‘નવવાડ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) તથા મધુબિંદુ, અઢારનાતરાં અને ધન્નાશાલિભદ્ર આદિની સઝાયો મળે છે. આ મહિમાપ્રભ તે મહિમાપ્રભ-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]