ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૫
Revision as of 16:05, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માણેકવિજ્ય-૫ [ઈ.૧૯૦૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં કપૂરવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘ચૌદગુણઠાણાની ભાષા’ (લે.ઈ.૧૯૦૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]