ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ-૧
Revision as of 04:20, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
માંડણ-૧ [ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૨૫૮ કડીના ‘શ્રીપાલ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૪૨/સં. ૧૪૯૮, કારતક સુદ ૫, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં ‘નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક સાથે હોવાને કારણે આમ બન્યું છે. કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય; ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા; ૫ જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]