ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ-૧ મેહો
Revision as of 04:44, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મેઘ-૧/મેહો [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ અને મારવાડનાં ૧૨૦ તીર્થોનું વર્ણન કરતી ૮૯/૯૧ કડીની ‘તીર્થમાલા’(મુ.), ૪૦ કડીનું ‘રાણકપુર-સ્તવન’ (ર.ઈ.૧૪૪૩), ‘ચંડિકા-છંદ’ (ર.ઈ.૧૪૪૪ આસપાસ) અને ‘નવસારી-સ્તવન’એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. પ્રાતીસંગ્રહ : ૧; ૨. જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩-‘મેઘાકૃત તીર્થમાળા’ સં. તંત્રી. સંદર્ભ : ૧. પ્રાચીન ગીજરાતી સાહિત્યમાં સમાજજીવન; બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]