ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનદાસ-રત્નસિંહ

From Ekatra Wiki
Revision as of 04:45, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતનદાસ/રત્નસિંહ'''</span> [ઈ.૧૮મી સદી] : રવિભાણ સંપ્રદાયના કવિ. વાંકાનેરના વતની. જ્ઞાતિએ રજપૂત. ભાણસાહેબ (ઈ.૧૬૯૮-૧૭૫૫)ના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા. ૨૦ કડી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રતનદાસ/રત્નસિંહ [ઈ.૧૮મી સદી] : રવિભાણ સંપ્રદાયના કવિ. વાંકાનેરના વતની. જ્ઞાતિએ રજપૂત. ભાણસાહેબ (ઈ.૧૬૯૮-૧૭૫૫)ના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમના શિષ્ય બન્યા. ૨૦ કડીનું ‘ચેલૈયા સગાળશા-આખ્યાન/કેલૈયાનો શલોકો’(મુ.), આત્મબોધનાં પદ તથા અન્ય ગુજરાતી-હિન્દી પદોની રચના એમણે કરી છે. કૃતિ : ૧. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૧૩, સં. પુરુષોત્તમ સોલંકી, ઈ.૧૯૭૦; ૨. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. બૃકાદોહન : ૫; ૪. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક;  ૫. સમાલોચક, જુલાઈ-સપ્ટે. ૧૯૧૧-‘કેટલીક અપ્રસિદ્ધ કવિતા’, છગનલાલ વિ. રાવળ (+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ ઈ.૧૯૮૨;  ૪. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [ચ.શે.]