ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ પાઠક-૪
Revision as of 09:26, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નવિમલ(પાઠક)-૪'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : વડખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનચંદસૂરિની પરંપરામાં વાચક કનકસાગરના શિષ્ય. ૫૫૦ ગ્રંથાગ્રની ‘સનત્કુમાર-પ્ર...")
રત્નવિમલ(પાઠક)-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : વડખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનચંદસૂરિની પરંપરામાં વાચક કનકસાગરના શિષ્ય. ૫૫૦ ગ્રંથાગ્રની ‘સનત્કુમાર-પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩, ભાદરવા સુદ ૨, રવિવાર), ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૬/સં.૧૮૩૨, બીજો શ્રાવણ સુદ ૧૫), ૯ ઢાળના ‘ઇલાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૭૮૩) તથા ૨૫ ઢાળની ‘તેજસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, પ્રથમ જેઠ વદ ૧૦, મંગળવાર) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો, ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]