ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવિલાસ ગણિ
Revision as of 09:41, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રંગવિલાસ(ગણિ)'''</span> [ઈ.૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્રના શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યાત્મકલ્પદ્રુમ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.)ના ક...")
રંગવિલાસ(ગણિ) [ઈ.૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્રના શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યાત્મકલ્પદ્રુમ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.)ના કર્તા. મુનિસુંદરની સંસ્કૃત કૃતિ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’નો એ અનુવાદ છે. કૃતિ : અધ્યાત્મકલ્પદ્રુમ(મુનિસુંદરકૃત), પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, ઈ.૧૯૬૫ (પાંચમી આ.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]