ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજપાલ મુનિ-૨
Revision as of 09:46, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજપાલ(મુનિ)-૨'''</span> [ઈ.૧૫૬૬માં હયાત] : પીંપલકગચ્છની પૂર્ણચંદ્ર શાખાના જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પંરપરામાં વિમલપ્રભસૂરિના શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબૂસ્વા...")
રાજપાલ(મુનિ)-૨ [ઈ.૧૫૬૬માં હયાત] : પીંપલકગચ્છની પૂર્ણચંદ્ર શાખાના જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પંરપરામાં વિમલપ્રભસૂરિના શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. લીંહસૂચી. [ર.ર.દ.]