ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજહર્ષ-૧
Revision as of 10:01, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રાજહર્ષ-૧'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચા શુકસેલગ-ચોપઈ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, મા...")
રાજહર્ષ-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચા શુકસેલગ-ચોપઈ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, માગશર સુદ ૧૩, સોમવાર), ‘અર્હન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા સુદ ૧૫, ગુરુવાર) તથા ૩૦ કડીની ‘નેમિ/યાદવ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘રાજહર્ષ-વિરચિત નેમિ-ફાગ’, સં. જ્ઞાનવિજ્ય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરંપરા; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈગૂકવિઓ; ૨, ૩(૨); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]