ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રંગવલ્લભ
Revision as of 04:31, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રંગવલ્લભ: આ નામે ‘નેમિ-બારમાસ’ (અંશત: મુ.) અને ૧૨ કડીનું ‘સ્થૂલભદ્ર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ બંને કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. કૃતિ: જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧ [શ્ર.ત્રિ.]