ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજ કવિ મુનિ
Revision as of 04:36, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રાજ(કવિ)(મુનિ) : આ નામે ‘રાવણમંદોદરી-સંવાદ’, ૧૧ કડીનું ‘નલદમયંતી-ગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ દેશાતુરી-ફાગુ.’ એ રચનાઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજ(કવિ)(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોં કે ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા; ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]