ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભઉદય

From Ekatra Wiki
Revision as of 12:04, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાભઉદય [ ] : ૫ કડીના ‘પાર્શ્વનાથ જિનપ્રભાતી-સ્તવન’(મુ.) અને ૯ કડીના સિદ્ધાચળને લગતા ૧ પદ (મુ.)ના કર્તા. સિદ્ધાચળને લગતા પદમાં ‘લાભઉદય’ એવા શબ્દો મળે છે પણ તે કર્તાનામ જ છે તેમ ચોક્કસ કહી શકાતું નથી. આ લાભઉદય અને ભુવનકીર્તિશિષ્ય લાભોદય એક છે કે કેમ તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક. [શ્ર.ત્રિ.]