ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસાગર-૨

Revision as of 04:20, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યસાગર-૨ [ ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિ (જ.ઈ.૧૫૨૯-અવ.ઈ.૧૬૧૪)ના પ્રશિષ્ય અને વાચક રાજમૂર્તિના શિષ્ય. તેમને ઈ.ની ૧૭મી સદીના પૂર્વાર્ધ અને મધ્યભાગ દરમ્યાન હયાત ગણી શકાય. ૭ કડીના ‘પાર્શ્વજિન-છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [શ્ર.ત્રિ.]