ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતકુશલ

From Ekatra Wiki
Revision as of 09:02, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનીતકુશલ'''</span> [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિનીતકુશલ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સુમતિકુશલશિષ્ય-વિવેકકુશલના શિષ્ય. વિજયપ્રભસૂરિ (જ.ઈ.૧૬૨૧-અવ. ઈ.૧૬૯૩)ના સમકાલીન. કવિએ ઈ.૧૬૬૬માં શત્રુંજયતીર્થયાત્રા કરેલી. એ વિષયને લઈ ૧૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) અને ૭ ઢાલની ‘શત્રુંજય-તીર્થયાત્રા’ (ર.ઈ.૧૬૬૬ના અરસામાં; મુ.) કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : પ્રાતીસંગ્રહ. સંદર્ભ : ૧. જૈસઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]