ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનીતસાગર

Revision as of 16:50, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિનીતસાગર [ઈ.૧૭૩૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’ (ર.ઈ.૧૭૩૨)ના કર્તા. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’માં ભાવસાગરશિષ્ય વિનીતસાગરનો નિર્દેશ મળે છે, તે આ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [પા.માં.]