ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિબુધવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિબુધવિજય-૧ [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં કવિ વીરવિજયના શિષ્ય. વૃદ્ધિવિજયના ગુરુભાઈ.૬૬૮ કડીના ‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, વૈશાખ-બીજ, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). [પા.માં.]