ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિ

From Ekatra Wiki
Revision as of 05:06, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વૃદ્ધિ '''</span>[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વૃદ્ધિ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]