ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃદ્ધિ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : ઐસમાલા : ૧. સંદર્ભ : રાહસૂચી : ૧.[ર.ર.દ.]