ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતસૌભાગ્ય

Revision as of 16:15, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શાંતસૌભાગ્ય [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [શ્ર.ત્રિ.]