ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાગરચંદ
Revision as of 12:24, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સાગરચંદ [ ] : સરવાલગચ્છના જૈન સાધુ. વર્ધમાનસૂરિના શિષ્ય. ૧૮૦ કડીના ‘સીયાહરણ-રાસ’(મુ.)ના કર્તા. કૃતિના ભાષાસ્વરૂપ પરથી તે ઈ.૧૨મી કે ૧૩મી સદીમાં રચાઈ હોવાનું અનુમાન છે. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘સાગરચંદ રઈઉ સીયાહરણ-રાસુ’, હરિવલ્લભ ચુ. ભાયાણી. [ર.ર.દ.]