ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમમૂર્તિ
Revision as of 07:51, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોમમૂર્તિ'''</span> [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. અપભ્રંશપ્રધાન ૩૩ કડીની ‘જિનેશ્વરસૂરિસંયમશ્રીવિવાહવર્ણન-રાસ/જિનેશ્વરસૂર...")
સોમમૂર્તિ [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. અપભ્રંશપ્રધાન ૩૩ કડીની ‘જિનેશ્વરસૂરિસંયમશ્રીવિવાહવર્ણન-રાસ/જિનેશ્વરસૂરિ-દીક્ષાવિવાહવર્ણન-રાસ/વિવાહલઉ’ (ર.ઈ.૧૨૭૫ આસપાસ; મુ.), ૧૩ કડીની ‘ગુર્વાવલીરેલુયા’, ૧૬ કડીની ‘જિનપ્રબોધ સૂરિણા-ચર્ચરી’ તથા ૧૨ કડીની ‘જિનપ્રબોધ સૂરિણા બોલિકા’-એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. પ્રાકરૂપરંપરા; ૫. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘વિવાહલઉ’ સાહિત્યનું રેખાદર્શન’, હીરાલાલ ર. કાપડિયા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૭. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]