વસુધા/સ્મિતનો જય
સ્મિતનો જય
નિસાસાને આશા હતીઃ નિકળતાં વેંત ઉરથી
જીતી લેશે પોતે પરુષ પિયુની સૌ કઠણતા.
શક્યો ના ફાવી તે વળીવળી મથ્યો તો ય, મદદે
લઈ આવ્યો આંસુ, પણ વિફલ; અંતે અવગણ્યું
પડેલું ખૂણામાં સ્મિત ડરતું બોલ્યું: ‘કરી શકું
કંઈ હું?’ હારેલો અરધ મનથી સંમત થયો
નિસાસો, ને પેલું સ્મિત અધરખૂણેથી જ્યહીં રે
નહીં ડોક્યું ડોક્યું, ત્યહીં જ પછડાઈ પિયુ પડ્યો!