વસુધા/અજાણ્યાં આંસુને
અજાણ્યાં આંસુને
અજાણ્યાં આંસુને અલગ નિરખું એકલ ખડો,
ન રોવું સ્હેવું કૈં મુજ કરમઃ સદ્ભાગ્ય ગણવું?
અહીં બાજેગાજે જનસમરને ભૈરવ પડો.
વ્યથા–આક્રોશોને વિપુલ વડવાગ્નિ ચડભડ્યો!
લઈ આવું ક્યાંથી અજબ પરિણામી જડીબુટી?
અને અગ્રસ્થાને ગજબ ફરકાવું જ હસવું.
‘ભૂંડા એ યત્ને તે નરવર ગયા કંઈ ખૂટી,
હસ્યે શું સૌ સિદ્ધિ? સરળ ગણુ શું તું રડવું?’
અને મેં ફંફોળ્યું જિગર ગ્રહવા અશ્રુકણિકા,
વસી ત્યાં તો જાણે જગ સકળની જિદ્દી જડતા, ૧૦
અને દૃષ્ટે સો સો ટન વજનના અદ્રિ પડતા,
અરે આ જાડ્યે શું નહિ જ લસશે જ્યોતિ ક્ષણિકા?
શકું જો ના રોઈ, ૫થરઉ૨ની વાટકી કરી,
અજાણ્યાં આંસુ ત્યાં જગતભરનાં લૈશ જ ભરી.