શાહજહાં/બીજો પ્રવેશ3

From Ekatra Wiki
Revision as of 12:48, 17 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ. [સિપાર અને જહરત ઊભાં છે.] જહરત : સિપાર! સિપાર : કેમ જહર! જહરત : જુએ છે? સિપાર : શું? જહરત : આપણે આ રીતે જંગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બીજો પ્રવેશ

અંક ચોથો


સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ. [સિપાર અને જહરત ઊભાં છે.] જહરત : સિપાર! સિપાર : કેમ જહર! જહરત : જુએ છે? સિપાર : શું? જહરત : આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે? સિપાર : જોઉં છું. પણ ઇલાજ શો? જહરત : ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત. સિપાર : શો ઇલાજ કરત? જહરત : [ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત. સિપાર : હેં — હત્યા! ખૂન! જહરત : હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા! સિપાર : કદી નહિ. હું હત્યા કરું જ નહિ. જહરત : બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ? સિપાર : શું કરું! જહરત : બાયલો! સિપાર : હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું. જહરત : બહુ સારું. સિપાર : તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી. [જાય છે.]