કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૧. ફોરમ
Revision as of 11:45, 8 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ફોરમ|}} <poem> ફૂલ તો એની {{Space}} ફોરમ ઢાળી રાજી. :: વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, :: ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ તો લળી {{Space}} મૂગું...")
૨૧. ફોરમ
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂગું મરતું લાજી : ફૂલo
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને
કોઈનું નહીં કાજી : ફૂલo
એનું નિજના રંગમાં રાતું.
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે
મહેક દે તાજી તાજી!
ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
૧૫-૧૨-’૫૮ Template:Poem