કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૧૫. દર્શન
Revision as of 02:39, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૧૫. દર્શન}} <poem> ઉઘાડી આંખોને દર્શન આપો છો {{Space}} બની ઝાડ-પાન-ફળિયું ને ઘર, મીંચેલી પાંપણના ઝળહળતા અંધારે {{Space}} {{Space}} ન્યાળું છું નિત્ય હરિવર! કૌતુક આ કેવું કે હૈયાને ધબકારે {{Space}}{{Space}} ગૂંથાતુ...")
૧૫. દર્શન
ઉઘાડી આંખોને દર્શન આપો છો
બની ઝાડ-પાન-ફળિયું ને ઘર,
મીંચેલી પાંપણના ઝળહળતા અંધારે
ન્યાળું છું નિત્ય હરિવર!
કૌતુક આ કેવું કે હૈયાને ધબકારે
ગૂંથાતું જાય એક ગીત,
પળે પળે પમરંતા શ્વાસ તણી બંસીમાં
બજવો છો જીવન-સંગીત...
ઊંઘમાંય પાંપણને પોપચે બિછાવો છો
હૂંફાળું ફૉરું ગગન,
સમણાંના ગોકુળમાં આવો છો શ્યામ,
લઈને સંગાથે વનરાનું વન...
સ્મિતની પ્રફુલ્લ એક લ્હેરખીમાં,
આંખોની સુરખીમાં તમને પમાય;
નિજમાં બ્રહ્માંડો સમાવનાર વિશ્વરૂપ
કીકીમાં આવી સમાય!...
૧૯૭૧
(અંતરનું એકાંત, પૃ. ૭૪)