કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૨. તમે થોડું ઘણું

From Ekatra Wiki
Revision as of 15:43, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૧૨. તમે થોડુંઘણું}} <poem> {{Space}}તમે થોડુંઘણું સમજો તો સારું કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું? ધારી ધારીને તમે બોલ્યા બે વૅણ {{Space}}{{Space}}એની અણધારી ચોટ ઉરે લાગી; જેનાં શમણાંમાં મીઠી નીંદર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨. તમે થોડુંઘણું

         તમે થોડુંઘણું સમજો તો સારું
કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?
ધારી ધારીને તમે બોલ્યા બે વૅણ
                  એની અણધારી ચોટ ઉરે લાગી;
જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી
                  એની ભ્રમણામાં રાતભરી જાગી;
                           ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
આપણી તે મેડીએ આપણ બે એકલાં
                  ને ફાવે તેવી તે રીત મળજો,
મોટાં-નાનાંમાં મારે નીચાજોણું છે
                  રહો અળગા, ને વાટ ના આંતરજો;
                           મોટા ઘરની હું નાની વહુવારુ
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
૧૯૬૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૮)