કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૪. મારા નૅણમાં
Revision as of 15:48, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૨૪. મારા નૅણમાં}} <poem> મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે, {{Space}}{{Space}}મારી મટુકીમાં જમુનાનાં નીર; {{Space}}{{Space}}{{Space}}હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે. મારાં પગલાં મંડાય ગામની દિશે રે, {{Space}}{{Space}}હૈયુ...")
૨૪. મારા નૅણમાં
મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે,
મારી મટુકીમાં જમુનાનાં નીર;
હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે.
મારાં પગલાં મંડાય ગામની દિશે રે,
હૈયું તલખે વૃંદાવનની કુંજ;
હું તો કઈ દશ છાંડું ને કયહીં સંચરું રે.
ઘરે મોડી પડું તો માડી કોપશે રે,
વને વીંધે છે વાંસળીનો સૂર;
હું તો કોને ભૂલું ને કોને સાંભળું રે.
મારે હોઠે નનૈયો લોકલાજનો રે,
મારું હૈયું ઓ સાંવરા, અધીર;
હું તો શું રે છુપાવું ને શું કહું રે.
૧૯૬૦
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)