કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૫. મારો ચન્દ્ર

From Ekatra Wiki
Revision as of 15:52, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૩૫. મારો ચન્દ્ર}} <poem> જ્યાં માનવીના ચરણનો સ્પર્શ થયો છે એ અવકાશી પદાર્થ મારી કવિતાના આકાશમાં ચમકે છે એ ચન્દ્ર નથી. એ ધરતી, એ ધરતીની માટી, ત્યાં દેખાયેલાં દૃશ્યો... બધું સુંદર છે, પણ એથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૫. મારો ચન્દ્ર

જ્યાં માનવીના ચરણનો સ્પર્શ થયો છે
એ અવકાશી પદાર્થ
મારી કવિતાના આકાશમાં ચમકે છે એ ચન્દ્ર નથી.
એ ધરતી,
એ ધરતીની માટી,
ત્યાં દેખાયેલાં દૃશ્યો...
બધું સુંદર છે,
પણ એથીયે સુંદર છે
મારી કવિતાના આકાશના એ ચન્દ્ર સાથે
વિરહની રાતે રચાતું તારામૈત્રક.
એ માટીના કણોમાં મારી પ્રિયતમાનો
ચહેરો ન શોધતા;
એ વિપુલ અવકાશમાં મારાં સ્વપ્નોનું હરણ
ક્યાં સંતાયું છે એની ખોજ ન કરતા.
દુર્વાસાના શાપે જેને
શતસહસ્ર જ્વાળામુખોની આંખો ફૂટી છે,
એ આ અગોચર પ્રદેશના
રમણીય દર્શનથી
હું પણ સ્તબ્ધ અને મુગ્ધ છું.
પણ એ મારી કવિતાના આકાશમાં
ચમકે છે, એ ચન્દ્ર નથી.
૧૯૬૯

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૭૯)