કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૧૬. મબલખ પાક
Revision as of 06:27, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૧૬. મબલખ પાક
જ્યાં દેખો ત્યાં ખાક જ ખાક!
મન જિજ્ઞાસુ, ઈશ અવાક!
મોહની લાંબી નિંદર છાઈ,
વાગી કેવી જન્મની ત્રાક! [1]
એક જ પંથે લાખ ઉતારા,
અણથક છે આતમનો થાક.
ઊપડે કાં મૃત્યુનાં કદમો?
બેઠી છે જીવનની ધાક.
નિત્ય નિરાળા ઘાટો એના,
દેહનો પિંડો, આતમ-ચાક.
દિલની ધરતી, પ્રેમનાં આંસુ;
ઉત્તમ વર્ષા, મબલક પાક.
શૂન્ય થવાનો મહિમા કેવો?
ચૌદે લોકે વાગી હાક.
(શૂન્યનો વૈભવ, પૃ. ૧૯૦)
- ↑ ત્રાક વાગવાથી લાંબી નિદ્રામાં પડેલી ‘ઊંઘતી કુંવરી’ Sleeping Princessની લોકકથાના આધારે