ગુજરાતી ગઝલસંપદા/ પરાજિત ડાભી

From Ekatra Wiki
Revision as of 14:51, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પરાજિત ડાભી |}} <poem> પંડિતોનો ડર સતાવે છે મને, એ જ ભય સાચું લખાવે છે મને.<br> મારવા ઊભા થયા છે દોસ્તો, દુશ્મનો કાયમ બચાવે છે મને.<br> સુખમાં ગમગીન રહેતો હોઉં છું, આ બધાં દુઃખો હસાવે છે મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરાજિત ડાભી

પંડિતોનો ડર સતાવે છે મને,
એ જ ભય સાચું લખાવે છે મને.

મારવા ઊભા થયા છે દોસ્તો,
દુશ્મનો કાયમ બચાવે છે મને.

સુખમાં ગમગીન રહેતો હોઉં છું,
આ બધાં દુઃખો હસાવે છે મને.

એક અદનો છું અભણ હું આદમી,
સૌ કવિઓમાં ખપાવે છે મને.

કાખઘોડી જેમનો આધાર છે,
એ હવે રસ્તો બતાવે છે મને.