શાંત કોલાહલ/તડકો અને ખીસકોલી

From Ekatra Wiki
Revision as of 01:08, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તડકો અને ખીસકોલી

ગ્રીષ્મના માધ્યાહ્નનો તડકો
ગલી રોકી રહ્યો ચોખૂણ
કો નહિ આવતું જાતું
અરે ટહુકાર માગણનો ય છેલ્લો
ક્યારનો-
ઢોળાયેલાં પાણી સમો-
આ રૂદ્રની ઉતપ્ત શાન્તિની માંહિ
ક્યાંય વિલુપ્ત....

નીરવ લૂ વહે
કોઈ વિજેતાની કડક સત્તા સમી

અભિભૂત સર્વ
નિવેશને પર્યંક
તનના તાપને-
વાતાયને ભીના કરી ઢાળેલ
ખસના ચકથકી
જે આવતી શીતલ સુગંધભરી
હવાની લ્હેર, એના વ્યજનથી-
શમવી રહે...
જાણે ઘવાયેલા અહંને
સ્મૃતિવિહોણી નિંદના એકાન્તમાં
અજ્ઞાત દીધો વાસ...
પણ

સહસા ત્યહીં ખેલાસહજ પડકાર શો
જાણે હસન્મુખ નાની ખીસકોલી
(ધરી બે ચરણમાંહી મગફળીનું ફોતરું ફોલે)
રમે ઘર ટોલડે

અનિરુદ્ધ એના શોરનાં શર
અડગ ને દ્રઢહોઠની આ રુદ્ર કાયાને
કશાં વીંધી રહે સો સો સ્થલે
વીંધાય મર્મ, અરે
અડીખમના ય ધ્રુજે ચર્ણ

ઘરની છાંયડીએ પુન: પગલું
માર્ગમાં મૂક્યું...

ઝરુખે બાળ કો ઝૂક્યું
ભરીને અંતરીક્ષ સમસ્ત
દ્રુમનું પંખી કો ટૌક્યું