યાત્રા/ઝીણું ઝરણું

From Ekatra Wiki
Revision as of 14:46, 19 May 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઝીણું ઝરણું

આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણું.
આ એક અહીં ઝીણું ઝરણું.

કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફુલફુલ ઝકે,
મારું મનડું માઝા આંહી મૂકે.
આ એક અહીં ઝીણું ઝરણું.

કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
આ એક અહીં ઝીણું ઝરણું.

ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
આ એક અહીં ઝીણું ઝરણું.


૧૨ ઑક્ટોબર, ૧૯૪૭