Talk:સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો
Revision as of 05:16, 26 May 2023 by Shnehrashmi (talk | contribs) (Created page with " ==Announcement== આપણે ત્યાં ઉત્તમ સાહિત્યકારો અને તેમના સાહિત્યને પુરસ્કૃત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ૧૯૫૪માં સ્થાપિત સાહિત્ય અકાદમી, દિલ્હી ૧૯૫૫થી ભારતની માન્ય ભાષાઓમાં પ્રકાશિત...")
Announcement
આપણે ત્યાં ઉત્તમ સાહિત્યકારો અને તેમના સાહિત્યને પુરસ્કૃત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ૧૯૫૪માં સ્થાપિત સાહિત્ય અકાદમી, દિલ્હી ૧૯૫૫થી ભારતની માન્ય ભાષાઓમાં પ્રકાશિત ઉત્તમ પુસ્તકને પ્રતિવર્ષ સાહિત્ય અકાદમી પુરસ્કાર અર્પણ કરે છે. ગુજરાતીમાં પ્રથમ પુરસ્કૃત પુસ્તક 'મહાદેવભાઈ દેસાઈની ડાયરી' (લેખક: મહાદેવભાઈ દેસાઈ)થી લઈને આજ સુધીના પુરસ્કૃત પુસ્તકોને વાંચકો સમક્ષ મૂકવાના હેતુથી એકત્ર 'સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તક શ્રેણી' શરૂ કરવા જઈ રહ્યું છે. ડાયરી, છંદશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન, સાંસ્કૃતિક ઈતિહાસ, ચરીત્ર, પ્રવાસ, નિબંધ, વિવેચન, કવિતા, નાટક, વાર્તા, નવલકથા — એમ વિવિધ ક્ષેત્રે પુરસ્કૃત પુસ્તકોમાંની આ સાહિત્યસમૃદ્ધિ આપની સમક્ષ મૂકતા એકત્ર આનંદ અનુભવે છે.