અથવા અને/ઘણી વાર બધું આપોઆપ ઊતરી જાય છે....
Jump to navigation
Jump to search
ઘણી વાર બધું આપોઆપ ઊતરી જાય છે....
ગુલામમોહમ્મદ શેખ
ઘણી વાર બધું આપોઆપ ઊતરી જાય છે.
ભીંજાયેલી રોટલી જેવો આત્મવિશ્વાસ
પાછો કણક, કડક થઈ શકતો નથી
બધું વીર્ય એકસાથે સરી ગયું હોય
એવા લિંગ જેવું સુસ્ત શરીર લબડે છે.
ચાલતાં ચાલતાં પગનો આભાસ ઓગળવા માંડે છે.
હાથના છેડાય હવામાં ભળે છે.
માથાના નારિયેળમાં
કાચો, કઠણ ગર સીસા જેવો ખખડે છે.
અરીસામાં જોતાં મોં ઓળખાતું નથી.
પાંચ વરસની, સ્ટુડિયોમાં પડાવી તે છબી
જૂના આલબમમાં અકબંધ છે
...આજ પહેલો વરસાદ થયો
ત્યારે ધોવાતી ધૂળ સાથે
મોઢું, નાક, આંખ, કાન, વાળ
ગળું, ખમીસ એક પછી એક ધોવાયાં.
કેમેરાએ કાપી નાખ્યાં તે
હાથ પગ ને શરીરનાં બીજાં અંગો બચી ગયાં.
છબીમાં ચામડી ને ખમીસનો રંગ એક.
૧૯૬૦નો પાઠ ફરી કર્યો
અને