અથવા અને/ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી
Jump to navigation
Jump to search
ભીંતે અઢેલીને બાકોરામાં પ્રવેશી તાકતી સુન્દરી
ગુલામમોહમ્મદ શેખ
૧
તારી આંખમાં
આકાશથી છલકાતો સમુદ્ર
અને
ભૂખરું, કાળું – એકલવાયું માછી-ગામ
વીંટેલી જાળો
છૂટીને ફેલાઈ
તારી પાંપણોમાં
છલકાઈ, લંબાઈ પણછ જેવી.
બાકોરામાં
લીલાં ફૂલ, ખાનગી પવન
અને
સમુદ્રના અવિરત આમંત્રતા નિ:શ્વાસ.
વન્ય-પુષ્પ
નથી સોહતું તારા કેશમાં!
અધખીલ્યા રતાળવા પર્ણ શી ત્વચા
ઢળી
જેના પર
તે
ખરબચડા કોટનો
પ્રાચીન આ
કાંગરો
તને પાશમાં લેવા લળી પડ્યો છે.
૨
કિલ્લા નીચે ઘાસમાં
ભાત ભાતની ભાત
કિનારે લટકતી જાળમાં
ભરપૂર ભીંગડાં
માછી ખોરડે
મત્સ્યરંગી વાયુ
અને
ગામને
ફરતી
વીંટળાઈ વળેલી
બે
આંખો.
શરૂ કર્યું ઑક્ટોબર ૧૯૬૩
અને