કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૮. પ્રતીતિ

From Ekatra Wiki
Revision as of 16:07, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. પ્રતીતિ

કોલાહલમાં
જીવવા ટેવાયેલા
સ્વભાવથી
બે યુદ્ધના
મધ્યાન્તર જેવી
આ નીરવતા
નથી જિરવાતી.
આકાશનાં ઓસબિન્દુ
પૃથ્વીની રોમાવલિ
વનનો શ્વાસ
પવનમાં ઝૂલતા
ઊડતા પતંગિયાના દ્વીપ
મારી આંખના શબ્દો
સૌને
વીનવું છું :
કોઈ તો કરો કંઈ
ખખડાટ
કે
પળભર માટે
મને મારા હોવાની
પ્રતીતિ થાય.


(વિદેશિની, પૃ. ૩૭-૩૮)