કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૧૦. આપણે

From Ekatra Wiki
Revision as of 16:09, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૦. આપણે

આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યાં છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો પ્રવાસી.

(વિદેશિની, પૃ. ૪૫)