કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૦. તડકો
Jump to navigation
Jump to search
૩૦. તડકો
આ અઢળક તડકો ખીલ્યો રે
એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.
આ પંખીઓના ટૌકા રે
જાણે નભમાં વહેતી નૌકા રે.
આ વાદળના વણજારા રે
એને હૈયે જળના ક્યારા રે.
અા લીલા ઘાસનો દરિયો રે
એને પતંગિયાંથી ભરિયો રે.
અા મબલક મારું હૈયું રે
ને હૈયામાં સાંવરિયો રે.
(દ્વિદેશિની, ૨૦૧૭, પૃ. ૬૭)