કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૫. તું
૩૫. તું
કોઈનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઈ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.
(દ્વિદેશિની, પૃ. ૧૩૬)
૩૫. તું
કોઈનોય પગ ન પડ્યો હોય
એવા
લીલાછમ ઘાસમાં
અચાનક
કોઈ
હરણી
એનું કાનન છોડી
થનગનતી આવે
ને
સૂર્યકિરણો સાથે ગેલ કરતી
ઠેકડા મારી
આળોટે
એમ
મારા મનમાં
તારી સ્મૃતિ.
(દ્વિદેશિની, પૃ. ૧૩૬)